તા. ૦૯-૦૬-૨૦૧૩ ના રોજ પાસટ્રલ સેન્ટર નડિયાદ ખાતે ધર્મજનીય દેવવિદ્યા પ્રમાણપત્ર વિતરણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક વર્ષીય કોર્સનું આયોજન હતું તેમાં ૪૮ ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે લાંભવેલ ગામના કોકીલાબેને પોતાનો આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે દેવ વિદ્યાના અભ્યાસથી બાઈબલનું ઊંડું જ્ઞાન અને પ્રભુના પ્રેમનો ઊંડો અનુભવ મળ્યો છે. આ પ્રસંગે સર્વે ભાગ લેનારના ચહેરામાં આનંદ દેખાતો હતો.
પ્રસંગની શરુયાતમાં બાળાઓ દ્વારા પ્રાર્થના નૃત્ય રજુ કરવામાં આવ્યું હતું . કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય, મહેમાનોનું ફૂલોથી બહુમાન તથા પ્રતિભાવો અને નાટકનો સમાવેશ કરવામાં આવ્યો હતો બીશપ સાહેબના પ્રોત્સાહન ભર્યા વચનો બાદ હાજર અભ્યાસમાં ભાગ લેનાર સર્વેને પ્રમાણ પત્ર આપી તાળીઓથી વધાવી લીધા હતા. અંતે મહાખ્રિસ્તયજ્ઞ માનનીય બીશપ થોમસ મેકવાન અને પાસટ્રલ સેન્ટરના ડીરેક્ટર રેવ. ફાધર લોરેન્સ દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં સુંદર ભજનોની લહાણી સાથે સર્વે ભાગ લીધો હતો.
*****
Today there was distribution of certificate for theology for Laity. This is the second consecutive year A group 48 men and women and youth participated in year long programm at Pastoral Centre, Nadiad. Rt. Bishop Thomas Macwan (Ahmedabad Dio.) was present at the function.
News By BBN
Francis Parmar
0 comments:
Post a Comment